પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એનું પેટ પહોંચ્યું
૨૮૧
 

 દલુનું બીજું વાક્ય. આ તે શું થવા બેઠું છે ! આવાં આકરાં વેણ ખરેખર મારો દલુ જ બોલે છે ?

‘દીકરા, તને થયું છે શું એ ખબર પડે ?’

‘થાય શું, કપાળ ? તારું મોઢું બાળ હવે તો !’

‘પણ મારો કાંઈ વાંક–ગુનો ?...’

‘સો ચૂવા માર્યા પછી હજી વાંક–ગુનો પૂછે છે ? સગા ભાઈના દીકરાનું કાસળ...’

‘ભગવાન ભગવાન ! આવું બોલતાં તારી જીભ કેમ ઊપડે છે ?’

‘તારો હાથ ઊપડી શક્યો, તો મારી જીભ ન ઊપડે ?’

‘દીકરા તને કોઈએ ભરમાવ્યો લાગે છે.’

‘મને દીકરો કહીને હવે દુભવજે માં.’

દલુને અમરતનું મોઢું જોવું અકારું થઈ પડ્યું. છેલ્લાં પાંચ વર્ષની સ્વતંત્ર કામગીરીને પરિણામે પેઢીના સંચાલનમાં પોતે પાવરધો થઈ ગયો હતો. એનો લાભ લઈને દલુએ પેઢીનો કબજો લઈ લીધો અને જે ઉંબરો ચડવાની અમરતે ઓધિયાને મના ફરમાવી હતી એ જ ઉંબરાને અડવાની દલુએ અમરતને મના ફરમાવી દીધી.

અમરતનાં અમાનુષી કૃત્યોએ દલુમાં ભારોભાર માનવતા પ્રેરી. મૂળથી જ એ હૃદયનો નિખાલસ તો હતો જ. અને જ્યારે એને જાણવા મળ્યું કે કુટુંબના આ સર્વનાશ માટે એકમાત્ર પોતાની મા જ જવાબદાર છે, ત્યારે એના પ્રત્યાઘાત રૂપે મહાન પ્રાયશ્ચિત્ત કરવાની ભાવના એના દિલમાં પ્રગટી. પદ્મકાન્તના ખૂનીને શોધીને એના પર વેર વાળવાનો પણ એને ઉત્સાહ ન રહ્યો. પદ્મકાન્તની સંભાળ રાખવામાં ગાફેલ રહેનાર રઘીને માર મારવા પાછળ પણ દલુએ શક્તિઓ વેડફી નહિ. એના દિલમાં તો હવે એક જ તમન્ના હતી : જેના મૃત્યુ માટે પોતે આડકતરી રીતે પણ જવાબદાર છે, એ રિખવના આત્માનું તર્પણ કરવું. એના મૃત્યુને પરિણામે જેની જીવનવેલ અકાળે મુરઝાઈ ગઈ છે એ સુલેખાની જીવનવેલ પુનઃ પ્રફુલ્લિત કરવામાં યત્કિંચિત્