પૃષ્ઠ:Vyajno Varas.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૨
વ્યાજનો વારસ
 

 સહાય કરવી.

તર્પણ અને પ્રાયશ્ચિત્તની આ નેમને લક્ષમાં રાખીને દલુએ પ્રયત્નો આરંભી દીધા.

સુલેખા પાસેથી એણે આભાશાએ કરેલા જૂના વીલની નકલ મેળવી અને પેઢી તેમ જ ઘરનો કુલઝપટ કબજો સુલેખાને સોંપી દીધો. આજ દિવસ સુધી દલુને ‘રિખવ શેઠનો ચપરાસી’ કહીને જે લોકોએ કાંકરો કાઢી નાખ્યો હતો એ જ લોકોને કબૂલ કરવું પડ્યું કે ‘છોકરો છે તો પાણીદાર !’

‘એનું પાણી દેખાડવાનું ટાણું આવે ત્યારે દેખાડે ને ! આજ દિવસ સુધી તો અમરતે દીકરાને સાવ માવડિયો કરી રાખ્યો તો; હાથમાં વહીવટ આવે તો એનું પાણી બતાવે ને ?... હવે એણે બતાવી આપ્યું.’

દલુની માનવતાનાં બે–મોઢે વખાણ થાય છે. એ સાંભળી સાંભળીને અમરતના હૃદયમાં આગ ઊઠે છે. ધીમે ધીમે સઘળી ઇસ્કામત સુલેખાને નામે ચડી ગઈ અને દલુ તો એના વહીવટકર્તા તરીકે જ રહ્યો.

વાત આટલી હદે પહોંચી ત્યારે અમરત ગાંડી થઈ ગઈ. અસીમ અહમ્ અને અથોક કૃપણતા માટે આ સિવાય બીજો આરો નહોતો. કાં તો એ આપઘાત કરે ને કાં મગજનું સમતોલપણું ગુમાવી બેસે. જિંદગી આખી કરેલાં અનેક કાળાંધોળાં કૃત્યોનો સરવાળો શૂન્યમાં આવતો જોઈને એ જીવી શેં શકે ? જીવનપલટાની કટોકટીને ટાણે ગાંડપણ અમરતની વહારે આવી પહોંચ્યું અને એ ગાંડપણ અમરત માટે આશીર્વાદ સમાન પણ નીવડ્યું, કારણ કે, હવે પછી આ કુટુંબની ઇસ્કામતનો જે ઉપયોગ થવાનો હતો એ તો ‘ડાહી’ અમરત જીરવી જ ન શકત.

અમરતનું ગાંડપણ દલુ માટે પણ આશીર્વાદ સમાન નીવડ્યું. જે ગુનેગાર માતાનું પોતે મોઢું જોવા નહોતો માગતો એને હવે ચોવીસે કલાક ઓરડાની ચાર ભીંતો વચ્ચે જ પૂરી રાખવી પડતી