પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખિયારની દુઆ
૧૭
 

 'અરે હજી તે ઘોડિયામાં છે... છાણના કીડા કે'વાય...' આભાશા બોલ્યા.

'ભાઈ, નાનામાંથી જ મોટા થાય ને ?' લાખિયાર વિવેક કર્યે જતો હતો.

'કોને ખબર છે કાલની ભાઈ?' આભાશાએ નિસાસો નાખ્યો 'આ કળિકાળ મહા કઠણ છે. કોઈ જીવને, બધી વાતે સુખી થવા દેતો જ નથી'

આટલું કહીને આભાશા ઊંડા વિચારમાં ડૂબકી મારી ગયા અને થોડી વારે વાત બદલીને લાખિયારને કહ્યું:

'લાખિયા૨, તું હમણાં આવ્યો ઈ પેલાં આ ચતરભજ તારા ઉપર બવ તપી ગ્યો'તો...'

'કાં બાપા? તપવાનું કાંઈ કારણ? કાંઈ વાંકગનામાં આવ્યો હોઉં તો કઈ દિયો ને બાપલા !'

'વાહ રે બાપલાવાળા !' ચતરભજે લાખિયારના શબ્દોના ચાળા પાડીને કહ્યું: 'એક આ મીઠી જીભ સામા માણસને મારી નાખે છે. આટઆટલાં વરસ થયાં તોય ચોપડો ચોખો કરતો નથી ને માથેથી અજાણ્યો થઈને પૂછે છે કે મારો કાંઈ વાંકગનો ! હવે હુકમનામું બજાવીને જપતી લઈને તારાં ગોદડાંગાભા વીંખવા આવું તંયે જ વાંકગનાની ખબર પડશે એમ લાગે છે.'

'હાંઉં કર્ય ચતરભજ !' આભાશાએ ચતરભજના વાક્‌પ્રવાહને રોક્યો.

'જાપ્તી લઈને આવે તોય હું તો શાબાપાનું ફરજંદ છઉં.' 'મારાં છોકરા-છોકરી ઈ બાપાનાં જ છોકરા-છોકરી છે. બાકી, ઘરમાં ગોદડાંનો ગાભો તો સમ ખાવાનોય નથી રિયો એમાં તમે વીંખશો શું ? રીંગણી બાળી મૂકે એવાં હિમ પડે છે, પણ રાત આખી તાપણે તાપીને કાઢવી પડે છે. સામટાં ખાવાવાળાનાં પેટનાં