પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૨
વ્યાજનો વારસ
 

 ‘મારા તો તને સદૈવ આશીર્વાદ છે. તું એક બાળકી હતી ત્યારે જ મેં લશ્કરી શેઠને કહી રાખેલું કે તમારા ઘરમાં એક કલાધરી છે. આજે એ આગમવાણી તેં ચરિતાર્થ કરી બતાવી.’ વિમલસૂરીએ પુલકિત હૃદયે કહ્યું. અને પછી એકાએક ચમક્યા હોય એમ સદાવ્રત લેવા આવેલાઓની કતારમાં ઊભેલી એક વ્યક્તિ તરફ આંખ ફેરવી બેલ્યા :

‘આ કોણ ભલા ?’

સહુ શરમાઈ ગયાં.

કતારને છેડે એક અકાળે વૃદ્ધ બની ગયો હોય એવો માણસ નીચી મુંડીએ ઊભો હતો.

‘ભલો ઓળખી કાઢ્યો. ગુરુદેવ !’ સુલેખાએ હળવેથી કહ્યું : ‘એ તો આપણા મુનીમ છે — ચતરભજભાઈ.’

‘એની આ દશા ?’

‘જી હા. એનો દીકરો ઓધિયો જુગારમાં બધી જ માલ-મિલકત – ઘરબાર, ઠામઠીકરાં સુધ્ધાં હારી જઈને નાસી ગયો છે. આંધળા બાપની પણ એને દયા ન આવી. મુનીમજીને હવે આંખે ઓછું સૂઝે છે. મેં તો એમને કહ્યું કે તમે જીવો ત્યાં સુધી ઘેર બેઠે જીવાઈ આપું. પણ એ કહે છે કે અણહકનું બહુ દિવસ ખાધું, હવે ભારણ નથી વધારવું, હવે તો ભીખ્યે ટુકડે જ પેટ ભરવા દે... આવું આવું બોલે છે, અને દિવસ આખો રડ્યા કરે છે....’

'અરે, તું પણ અહીં જ છે કે ?' વિમલસૂરીએ બીજુ આશ્ચર્ય અનુભવ્યું. રઘી તરફ જોઈને ધીમે અવાજે પૂછ્યું : 'તું એમી તો નહિ ? કે મારી આંખે હવે...'

‘નહિ નહિ, ગુરુદેવ ? તમારી આંખ તો અમારા સહુ કરતાં વધારે સાચી છે. અમે તો ઘણા દિવસ સુધી એમીને નહોતી ઓળખી શક્યાં હતાં આપ એને નથી ભૂલ્યા....’