પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
વ્યાજનો વારસ
 

 ખાડા નથી પુરાતા ત્યાં ઓઢવા-પાથરવાની વાત ક્યાંથી કરવી ?'

'એલા, હૈયાફૂટો છો તી ટાઢમાં ઠુંઠવાતો બેઠો રે'છ? કોકનો ખપેડો ફાડીને મણમણની તળાઈયું ઉપાડી આવ્યની !' ચતરભજે એક આંખ ફાંગી કરીને સલાહ આપી.

'તમેય મુનીમબાપા ઠીક ટાઢા પોરની સુગલું કર્યા કરો છો ! પણ આ લાખિયારને ખોરડે આવો કામો કોઈ દી થ્યો નથી ને ખુદાતાલા આગળ હું તો અરજ ગુજારું છઉં કે એવો કામો કોઈ દી કરાવે પણ નંઈ.' લાખિયારે કહ્યું,

'હવે જોયો મોટો ખુદાવાળો !' ચતરભજ આજે કોઈ અતિઅર્વાચીન નાસ્તિકની અદાથી વાત કરતો હતો 'ખુદા જેવું કંઈ સાચોસાચ હોય તો તો તારાં બાયડી–છોકરાંને ભૂખ્યાં જ શેનાં રાખે? ઈ અલ્લા ખુદાની વેવલાઈ કરવા કરતાં કોકના ગલામાં ગણેશિયો ભરાવી આવ્યની એટલે બેડો પાર ! ત્રણ પેઢી લગણ છોકરાં ખાધાં જ કરે !'

'એલા ચતરભજ, લાખિયારને આવી આવી શિખામણ આપીશ તો પહેલવહેલું આપણી પછીતમાં જ ફાંકું પાડશે હો !' આભાશાએ હસતાં હસતાં ટકોર કરી અને ત્રણેય જડ ખડખડાટ હસી પડ્યા.

આ મુક્ત હાસ્ય દરમિયાન આભાશાને તો ખરેખર દહેશત લાગી કે ૨ખેને કોક દિવસ લાખિયાર આ ઘર ઉપર જ ઘા કરી જાય ! આભાશાની મેડીનું પછવાડું લાખિયારના ફળિયામાં પડતું હતુ. પછીતની દીવાલની બારીઓ પણ લાખિયારની ઓશરીની બરોબર સામે જ ઊઘડતી હતી. માનવંતીને તો બારીએ ઊભાં ઊભાં જ ઓશરીમાં કામ કરતી લાખિયારની ઘરવાળી સાથે વાતના સેલારા મારવાની આદત હતી. આ રાજમહેલ જેવી આલીશાન હવેલીમાંથી જરા સ્થળ-બદલો કરવાનું મન થાય, ત્યારે માનવંતી, કોઈ જાણે નહિ એવી રીતે લાખિયારના કૂબામાં બેસી