પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજર-અમર
૩૦૭
 


એનાથી ન જીરવાયું. જાનૈયા તો ઘાંઘા થઈ ગ્યા. લુણાગરી છોકરી પણ ભાઈ–ભાભીની વાટ જોઈને, બોલાશ સંભળાતો હતો એ દિશા કોર હાલવા માંડી. જઈને જુએ છે તો ભાઈનો સાફો ને ભાભીનું પાનેતર વાવનાં લીલા કાચ જેવાં પાણીમાં તરે છે ! છોકરી પણ આંખ મીંચીને ભાઈ–ભાભી ભેગી વાવના ગોઝારા બોખમાં જઈ સૂતી. આમ ત્રણ જીવ ઘડીક વારમાં નંદવાઈ ગયા....’

સુલેખાના મોંમાંથી સિસકારો નીકળી ગયો : ‘પછી શું થયું એ કહે !’

‘જાનમાં કાળો કકળાટ બોલી ગયો. સહુનાં મોં ઉપરથી નૂર ઊડી ગયાં. ઘેરે સહુ સામૈયાંની તૈયારી કરીને બેઠાં તાં... ઓચિંતાં જ એક સાચક ડોસીના સરમાં વર–કન્યા ને લૂણાગરી આવ્યાં ને બોલ્યાં કે તમતમારે વાજતેગાજતે સામૈયાં કરો અમે નાગ–નાગણીનાં જોડલાં થઈને બાજઠ ઉપર ઊભાં રેશું....’

‘વાહ ! સરસ !’ સુલેખા બોલી.

‘બહેન, જેના કપાળમાંથી કંકુ નથી સુકાણાં એવા વરઘોડિયાંનો જીવ તો રહી જ જાય ને ? સામૈયાં માણવાં કોને ન ગમે. ઘરનાં માણસોએ તો સાચક ડોસીના કહેવા પ્રમાણે ‘મારા છોગલાને છેડે હાલી આવ્ય, રાયજાદી રે !... લાલ છેડો લટકા કરે !’ કરીને સામૈયાં કર્યાં ને બાજઠ ઉપર નાગ–નાગણી આવીને ઊભાં રિયાં એને પોંખી લીધાં… આ લ્યો તે દીથી એ પિતરુ શૂરોપૂરો થ્યો છે. ને શરણાઈ સાંભળીને સરમાં આવી ઊભો છે.’

વાત પૂરી કરીને રઘી ઘોંટી ગઈ.

પણ સુલેખાને તો એ શરણાઈના સૂર વધુ ને વધુ સણકો બોલાવતા હતા સામેની ભીંતે પડેલ ચિત્ર તરફ નજર કરતી કે તરત એની આંખ સામે રિખવ આવીને ઊભો રહેતો હતો.....

રાતના પ્રહર ઉપર પ્રહર પસાર થતા જતા હતા. પણ