પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
વ્યાજનો વારસ
 

 રિખવની સ્મૃતિઓની સતામણી આડે સુલેખા જંપી શકતી નહોતી.

મોડી રાત્રે રઘી જાગી જતાં સુલેખાને ચિત્રની સન્મુખ બેઠેલી જોઈ.

‘અટાણ સુધી શું કરો છો, બહેન ?’

‘તેં કહેલી વાત ઉપર વિચાર કરું છું !’

‘કઈ વાત ?’ રઘીને ખ્યાલ પણ નહોતો રહ્યો કે પોતે થોડા સમય પહેલાં એક ભયંકર કથા કહીને સુલેખાની ઊંઘ લૂંટી લીધી હતી.

‘ઓલ્યાં વાવમાં પડી ગયેલાં વરકન્યા ને લૂણાગરીની વાત. શરણાઈ સાંભળીને હાજર થતા શૂરાપૂરાની વાત.’

‘હાય હાય ! એવી વાત યાદ રાખવાની હોય ? એવું તે કોઈ દી બનતું હશે કે નાગ–નાગણી બાજઠ ઉપર ઊભાં રહે, ને એનાં પોંખણાં થાય ? આ તો શૂરાપૂરાની વાતું કહેવાય એને સાચી ન મનાય હો મોટી બહેન !’ રઘીને વાત કહ્યા બદલ હવે વસવસો થતો હતો.

‘એ વાત સાચી હોય કે ન હોય. પણ ભુલાતી નથી.’ સુલેખાએ કહ્યું,

‘ઓય મારાં બહેન ! આવી વાતું તો અમથી સમજવાની હોય, સાચી માનવાની ન હોય... આ તો, ઓલી એક કથામાં આવે છે એમ–

...દીના કાંઈ દેખાય નંઈ, રાતે હોય રંગમોલ;
કરતાં બેઉ કલ્લોલ, ભળકડે ભડકા બળે...

‘એના જેવું છે... એને સાચું માનજો માં.’

‘એ કઈ કથા વળી ?’ સુલેખાનું કુતૂહલ વધતું જતું હતું.

‘કાં ? ભૂલી ગયાં ? પદ્માવંતી ને માંગડાની કથા. ‘વડલા તારી વરાળ, પાને પાને પરઝળી, કિસે જંપાવું ઝાળ, મને ભડકા લાગે ભૂતના !’ વાળી વાત. માંગડો ભૂત પદ્માવંતીને પરણીને વચન