પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
વ્યાજનો વારસ
 

 'પણ બાપા, તમારું લેણું સાત ભવેય સાચું છે એમ સમજજો. આ માઠું વરહ નો હોત તે ઓણ જ ચૂકવી દીધું હોત મને જરાક સરખાઈ આવવા દિયોને, તો તમારી પૈયે પૈ દૂધે ધોઈને દઈ દઉં.'

'હવે દૂધ–ઘીની વાતું રેવા દે ને ! તું મોટો સતો છો ઈ સૌ જાણે છે.' ચતરભજને વચ્ચે વચ્ચે બોલ્યા વિના ચેન નહોતું પડતું.

'જો તારે ચૂકવી દેવાની જ દાનત છે તો પછી ખોરડાનું અમથું લખત કરી દેવામાં તને શું વાંધો છે ?' અભાશા પોતાની ગોફેણમાં કાંકરા તરીકે લાખિયારની જ દલીલોનો ઉપયોગ કર્યે જતા હતા.

'બાપા, લખી દેવામાં મને જરાય વાંધો નથી. મારાં ખોરડાં સંચોડાં તમે જ વાપરો તોયે મને વાંધો નથી. હું તો તમારા પગની રજ છઉં, પણ મારી નાતમાં જી ઘડીએ ખબર પડે કે લાખિયારનાં ખોરડાં ગીરો મેલાણાં તી ઘડીએ મારું નાક વઢાઈ જાય; મારી લાખ રૂપિયાની આબરૂ કોડીની થઈ જાય, મારી સાત પેઢીની શાખ ઉપર પાણી ફરી જાય, લાખિયાર આવેશમાં આવીને બોલ્યે ગયો. છેવટે જરા શ્વાસ ખાઈને એક જ વાક્ય, આર્દ્ર ભાવે ઉમેર્યું: 'સંધીના લોહીનું બુંદ લજવાય.'

'હવે બુંદ ગુંદની ક્યાં આદરીને બેઠો? સીધી ને સટ હા પાડી દે ને !' ચતરભજે ફરી વચ્ચે ઠપકો આપ્યો. અને પછી લાખિયારના ચાળા પાડતાં કહ્યું: 'સંધીના લોહીનું બુંદ લાજે ! લ્યો બોલ્યા ! મમ્‌મમ્‌નાં ફાંફાં હોય તોય લાજનાં પૂછડાં ભારે !'

તે સાંભળીને લાખિયારની આંખના ખૂણાં લાલ થયા, પણ એણે અજબ સંયમ દાખવ્યું. એટલું જ બોલ્યો : 'શાબાપા જેવા માવતર સામા બેઠા છે એટલે હવે શું જવાબ દઉં ! પણ ચત્તાભાઈ, જરાક મોઢું સંભાળીને વેણ બોલતા જાજો. બીજી બધીય