પૃષ્ઠ:Vyajno Varas.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
વ્યાજનો વારસ
 

 ફેરવવા પોતાના કથનને ફેરવી બાંધ્યું : ‘ઓહોહો ! કાંઈ મોટપ, કાંઈ મોટપ, કાંઈ મોટ...૫ ! આ તો રાણાને કાણો ન કેવાય !’ અને પછી જરા વાર રહીને પોતાને જ સંભળાવવા બોલ્યો : ‘હજી તો એટલું સારું છે કે આને ભગવાને ભૂખે મરતા જ રાખ્યા છે. નીકર તો મોટાઈમાં ને મોટાઈમાં ફુલાઈ જઈને કોણ જાણે આભમાં જ પાટું મારત !’

‘ચતરભજ, તું હમણાં મૂંગો જ બેસ. ઠાલો લાખિયાર તપી જાય છે. લાજ–આબરૂ તો સૌને વા’લી હોય જ ને ?’ આભાશાએ હવે લાખિયારને શીશામાં ઉતારવા માંડ્યો હતો : ‘તારી લાજઆબરૂ સાચવવા સારુ તો મારે આ કારહા કરવા પડે છે. નીકર કૂબા જેવા તારાં ખોરડાને ગીરોમાં લઈને મારે શું ગૂમડે ચોપડાંવાં છ ? પણ તારા ઉપર હુકમનામું બંજાવું તો તારી આબરૂના કાંકરા થાય. ને અમનેય કોક બે ડાયા માણહ ઠપકો આપે કે ગામમાં બીજું કોઈ ન જડ્યું તી આ ચકલાંનો માળો પીંખ્યો ? એમ કરવામાં આપણા બેમાંથી કોઈની ભલીવાર ન ગણાય. એના કરતાં, આ કાગળિયા ઉપર તારો અંગૂઠો દાબી દે, એટલે પછી મારે ખેંખાટ મટે. ને તુંય બેફિકર થઈને મોકળો ફર્યા કર્ય. એકાદું કાઘું વે’લું મોડું થાય તોય તારું નામ કોઈ ન લિયે.’

આભાશાએ એ દરમ્યાન ચોથિયા કાગળ ઉપર લખત કરવા માંડ્યું હતું. ચતરભજને ઉદ્દેશીને હુકમ કર્યો : ‘ચતરભજ, દોતનો છેડો ખડિયામાં બોળીને લાખિયારને અંગૂઠે ચોપડ્ય…’

‘શાબાપા, આ ઠીક નથી થાતું હો !…’ લાખિયાર હજીય વિરોધ કર્યે જતો હતો.

‘હવે બેહને ઠીક ને અઠીકવાળી !’ ચતરભજે લાખિયારને મીઠો ડારો દીધો, ‘શળીનું સંકટ સોયથી ટળે છે એનો પાડ તો માનતો નથી ને માથેથી ઠીક–અઠીકનો ટરડ કર્યા કર છ!’

‘ભાઈ શા’બ, તેમ આ મારાં કાંડાં કાપી લ્યો છો હો !’ શાહી