પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
વ્યાજનો વારસ
 


અર્થે જરૂર પડે ત્યારે તેઓ આભાશા પાસે મોટી મોટી રકમનાં ખર્ચ કરાવતા. આભાશા પણ સૂરીજીના એક શબ્દ ઉપર પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ જતા. અને તેથી જ સંસાર ત્યાગ કર્યા છતાં આભાશાના સંસારમાં સૂરીજી આટલો બધો રસ લેતા હતા.

રિખવના જન્માક્ષર અને જન્મોત્રી તૈયાર થયે આભાશા એ લઈને વિમલસૂરી પાસે ગયા. સૂરીજીએ આઠ દિવસ સુધી સર્વે સ્વામીબંધુઓથી છૂપી રીતે આ જન્માક્ષરનું અધ્યયન કર્યું. ફરી ફરીને અધ્યયન કર્યું અને છેવટે ખિન્ન બનીને એ ભૂંગળું પાછું વાળ્યું. જન્માક્ષર વાંચીને સૂરીજીનાં શાન્ત માનસજળ ડહોલાઈ ગયાં. બાળકને ભરયુવાન વયે એક ગ્રહ નડતર કરતો જણાયો છતાં આ હકીકત આભાશાને મોંએ કહેતાં એમની હિંમત ન ચાલી. એમણે વિચાર્યું કે બાળકની હસ્તરેખાઓ વિગતે જોવી જરૂરી છે.

એક વર્ષે વિમલસૂરી જસપરમાં ચોમાસું કરવા આવ્યા ત્યારે બાળકની હસ્તરેખા જોવાનું એમનું કુતૂહલ વધી ગયું. આભાશાને ત્યાં ગોચરી વહોરવા તથા પચખાણ આપવાના નિમિત્તે તેઓ ગયા.

ઓશરીમાં રિખવ અને આડોશીપાડોશીઓનાં ચાર-પાંચ છોકરાં રમતાં હતાં. સાથે અમરતનો દલુ હતો, ચતરભજનો છોકરો ઓધિયો હતો અને પડોશી લાખિયારની નાનકડી રૂપાળી છોકરી એમી પણ હતી.

આભાશા તરફથી માનવંતીને ખાસ હુકમ હતો કે મને પૂછ્યા સિવાય રિખવને આ ડેલીનો ઉંબરો વળોટવા ન દેવો. રમવા માટે બહારનાં છોકરાંને આપણે ત્યાં બોલાવવાં પણ રિખવને ઉંબરા બહાર ન મોકલવો. આભાશાના હુકમ સાથે અમરતના સ્વભાવની અનેક આશંકાઓ અને વહેમો ભળ્યા અને રિખવનું જીવન ઘરની ડેલી પૂરતું જ પરિમિત થઈ ગયું, ધીમે ધીમે તો ઘરનાં સહુ માણસો તેમ જ નોકરચાકરો એમ જ માનતાં થઈ ગયાં કે ડેલીના ઉંબરાની બહાર તો જીવણશા અને બીજા દુશ્મનો હાથમાં મંતરેલ