પૃષ્ઠ:Vyajno Varas.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વહુ-વહુની રમત
૩૩
 

 લગાડી અને પોતાની અસલ રેશમી બટકૂડી કફની હાથમાં લઈને એ બહાર ઓશરીમાં રમવા આવતો રહ્યો. એના ગૌર વાંસામાં નીલવર્ણું લાખું, દૂધની તર જેવા ઊજળા આરસપહાણ વચ્ચે નીલમમણિની જેમ શોભી રહ્યું હતું. એમીએ એ જોયું અને ભારે કુતૂહલ ઉપજ્યું. પોતાના હરીફ ગોઠિયા પાસે અમુક રમકડું છે અને પોતાની પાસે એ નથી એવો ઈર્ષ્યાપ્રેર્યો અકિંચનતાનો ભાવ પણ તેને એક ક્ષણ માટે ઊપજી આવ્યો. પોતાને આખે શરીરે ક્યાંય આવું રૂપાળું ચિતરામણ નથી એ હકીકતનું ભાન થતાં રિખવના એ નીલવર્ણા નિશાન ઉપર એણે પોતાની કૂણકૂણી આંગળીઓ ફેરવી જોઈ.

રિખવને જાણે કે એ સ્પર્શ ગમ્યો હોય એમ એના મોં ઉપરથી લાગ્યું.

એમીએ પૂછ્યું : ‘રિખવ, આ ડાઘ શેનો છે ?’

રિખવે કહ્યું: ‘ગાંડી, આ ડાઘ નથી. આ તો લીલું ફૂલ છે ફૂલ.’

લાખાની નિશાનીનું રિખવને મોંએ થતું આવું કાવ્યમય વર્ણન સાંભળીને તો એમીથી ન જ રહેવાયું :

‘રિખવ, મને આ લીલું ફૂલ આપ !’

રિખવ હસ્યો: ‘તું તો સાવ ગાંડી જ રહી. આ ફૂલ કાંઈ સાચકલું ફૂલ નથી. એ તો મારા વાંસામાં ચોંટી ગયું છે.’

‘તો મારા વાંસામાં પણ બીજું એક ફૂલ ચીતરી દે !’

‘મને ન આવડે !’ બાળક રિખવે સીધો ને સરળ ઉત્તર દીધો.

તે દિવસે અણસમજુ એમીએ ઘેરે જઈને રિખવના વાંસામાં જોયું હતું એવું લીલું ફૂલ લેવા માટે લાખિયાર પાસે ભારે કજિયા કર્યા.

વિમલસૂરીજી ગોચરી માટે ડેલીમાં પ્રવેશ્યા ત્યારે બપોર થઈ