પૃષ્ઠ:Vyajno Varas.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





સર્જક કલ્પના

લાખોની મૂડી અને એ માયાની જુદા જુદા જીવો ઉપર પાત્રતા પ્રમાણે પોતપોતાના સંજોગાનુસાર પ્રકટ થતી અસરોની પરંપરા એ જ આ લખાણનો વિષય છે. આદિથી અંત લગી લખાણ આ વિષયને સુદઢ વફાદારીએ વળગી રહે છે એ આમાં વસ્તુની એકતા છે; અને એકતાને આદિ છે, મધ્ય છે, અંત છે...

'વ્યાજનો વારસ' વિશે આનંદથી નોંધુ છું કે એમાં બીજા કોઈનું કશું જ દેખાતું નથી. વળી આખો ગોંફ કર્તાની પોતાની સરજત છે. એની રચનામાં હવે શું આવે છે, આનો ઉકેલ કર્તા આણે છે, એની જિજ્ઞાસા વાચકને રહ્યા કરે છે. એની ગૂંથણી વડે વાર્તારસ સારી રીતે જાળવ્યો છે એટલે આ કૃતિની ઉપર જણાવેલી અને બીજી ગુણવત્તાને લીધે સ્વાગત દેતાં આનંદ થાય છે; આ કૃતિમાં જે સર્જક કલ્પના, વાતાવરણ, આપણે ત્યાંના જ બનાવો, દર્શનનું સમતોલપણું અને કલા યોજાયાં છે તે જોતાં તરુણ કર્તાની હવે પછીની કૃતિઓમાં કર્તાની કલમ વધારે ખીલશે એવી આશા પણ પડે છે.


– બળવંતરાય ક. ઠાકોર
['પ્રવાસી' તા. ૪-૬-૧૯૪૭]