પૃષ્ઠ:Vyajno Varas.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિમલસૂરીની સલાહ
૫૭
 


વિમલસૂરીએ પોતાની મેળે જ આભાશાને કહ્યું :

‘તમારા આગમનનું પ્રયોજન હું પામી ગયો છું.’

‘જ્ઞાની પુરુષો તો પામી જ જાય ને !’ આભાશાએ સહેજ શરમિંદા થઈને હસતાં હસતાં કહ્યું. આચાર્ય સાથેના લાંબા સમયના પરિચયને કારણે આવી મજાકની એમને છૂટ હતી.

‘આ પંચમકાળમાં કૈવલ્યજ્ઞાન તો કોઈને ઊપજતું નથી, છતાં થોડી હૈયાઉકલત તેમ જ સામાન્ય વ્યવહારબુદ્ધિથી કેટલાંક અનુમાનો સાચાં પડી શકે.’ વિમલસૂરીએ પણ આછું આછું સ્મિત વેરતાં કહ્યું અને પછી મોં ઉપર એકાએક ગાંભીર્ય લાવીને પૂછ્યું :

‘કહો, લશ્કરી શેઠની સુલેખા માટે જ પૂછવા આવ્યા છો કે ?’

નાનું બાળક ચોરી કરતાં પકડાઈ જાય અને જે રમ્ય ક્ષોભ અને મૂંઝવણ અનુભવે એવાં જ ક્ષોભ અને મૂંઝવણ અત્યારે આભાશા અનુભવી રહ્યા. બોલ્યા :

‘લશ્કરી શેઠ વિના તો આજે નાતમાં મારા મોભાનું બીજું છે કોણ ? અને સુલેખા સિવાય બીજી……’

‘એ વાત તો સાચી છે. લશ્કરી શેઠ જેવા ભદ્રિક જીવ મેં બીજા નથી દીઠા. અને સુલેખા પણ ભારે પુણ્યશાળી આત્મા હોય એમ એની જન્મકુંડળી ઉપરથી લાગે છે…’

‘ભગવાન, તો પછી આ૫ અનુમતિ શા માટે આપતા નથી ?’ આભાશાએ પૂછ્યું. એમ પૂછવા પાછળ બીજી એક ઉતાવળ એ હતી કે જીવણશાના નેમીદાસની વાત આગળ વધે એ પહેલાં જ સુલેખાને ઝડપી લેવી.

‘શેઠ, અમારું સાધુઓનું કામ સંસારમાં આટલો બધો રસ લેવાનું નથી. જ્યોતિષની પણ એક વિદ્યા પૂરતી જ ઉપાસના ઈષ્ટ છે. દુન્યવી સુખ માટે એ વિદ્યાનો ઉપયોગ કરવાનું અમને ન કળપે. છતાં રિખવના ભવિષ્યમાં મને નાનપણમાંથી જ રસ પડ્યો છે અને એ કારણે સુલેખાના જીવનમાં પણ ભારે રસ લેવો જ