પૃષ્ઠ:Vyajno Varas.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
વ્યાજનો વારસ
 

 ભીંસટના લાલ લાલ ચાંભાં ઊપસી આવ્યાં હતાં !

પાંપણો પટપટાવીને સુલેખાએ દૃષ્ટિ સ્થિર કરી ત્યારે એની નજર સામે રિખવ પોતાના બેય હાથ કમ્મર પર ટેકવી હજીય હસ્યે જતો હતો.

સુલેખાનો રોષ આપોઆપ ઊતરી ગયો. વિહ્‌વળતા ઓછી થઈ ગઈ. એની જગ્યાએ પ્રફુલ્લ પ્રસન્તા છવાઈ રહી. ઘડીભર પહેલાંના ક્ષોભની જગ્યાએ ભારોભાર ઉ૯લાસ ઊભરાઈ રહ્યો. કોઈ સુમધુર માદક સ્વપ્નમાંથી જાગી હોય એટલો તૃપ્તિનો પરિતોષ સુલેખા અનુભવી રહી. થોડી વાર પહેલાં રિખવને થયું હતું તેમ સુલેખાને પણ આ અપૂર્વ મનોહર દૃશ્ય માટે ક્ષણવાર ભ્રાન્તિ ઊપજી આવી. હજી હમણાં જ જે મનોમૂર્તિનું પોતે રટણ કરી રહી હતી તે આટલા બધા સાંગોપાંગ સ્વરૂપમાં આકસ્મિક ખડી થશે એવું તો એણે સ્વપ્નેય નહોતું કલ્પ્યું… કાન્તિલાવણ્ય લેખામાધુર્ય સુન્દરમ્ વિદગ્ધ વેશાભરણં… એ આ જ મૂર્તિ તો નહિ ?

વાંચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતાં જે આનંદલહરી ઊપજે એનો અનુભવ સુલેખા કરી રહી. ભાવોર્મિનો એક અદમ્ય ઉછાળો એના હૃદયમાં ઊછળી રહ્યો. એ હૃદયતાંડવનો મૂંગો છતાં સ્પષ્ટ સંદેશ સુલેખાના શરીરના અણુએ અણુએ સાંભળ્યો. આષાઢી મેઘના એ તડિત્–તોફાને સુલેખા એટલી તો અસહ્ય મીઠી વેદના અનુભવી રહી કે એ અસહ્યતાની સુમધુર પરાકોટિ અનુભવવા, જે ભુજાઓની હથેળીઓએ એની આંખો ભીંસી હતી એ ભુજપાશમાં પોતાની આખી દેહલતાને ભીંસાવવા માટે એ તલસી રહી. હમણાં ઊઠીને એ રિખવને કંઠે બાઝી પડશે એમ લાગ્યું. પણ બીજી જ ક્ષણે સુલેખાને પોતાની વર્તમાન સ્થિતિની અણગમતી યાદ આવી. પોતાની અવિવાહિત દશાનું ભાન થયું. ધસમસતા ઊર્મિ–ઉછાળાને એણે મહાપ્રયત્ને ખાળી રાખ્યો અને ધીરે ધીરે શમાવ્યો. એ કષ્ટભર્યા શમનનો પરિશ્રમ સૂચવતો એક મનોહર નિસાસો નાખતાં સુલેખાએ