પૃષ્ઠ:Yugavandana.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



આખરી સંદેશ
[ચારણી છંદ]


રાત ઘંટા ચાર વાગે,
જરી સૂતાં લોક જાગે,
ઘોડલાના પાય લાગે,
શેરીઓ મોઝાર;
હણહણે તોખાર.

આવિયો રણદૂત,
આવિયો રણદૂત;
દૂત આવ્યો, દૂત આવ્યો,
યુદ્ધમાંથી ખબર લાવ્યો,
વાહ ભાઈ ! વધાઈ લાવ્યો
સમરનો સરદાર;
આવિયો અસવાર

'બોલ, બાંધવ, બોલ.'
ઊઠે આકુલ શોર:
બો'લ ક્યાં સાથીડા તારા,
'કેટલે દૂર છોગલાળા,
‘કોણ જીત્યા કોણ હાર્યા;
"બોલ તતખણ, વીર !
'નથી રે'તી ધીર.'

મુસાફર મુખ મૌન,
ભયંકર મુખ મૌન.
ધરી છે મૂંગો મુસાફર
ઘોડલાને દઈ ટોકર.
છુપાવી મુખડું ભયંકર

♣ યુગવંદના ♣
૯૧