પૃષ્ઠ:Yugavandana.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રવેશે સૂનકાર
દુર્ગ કેરે દ્વાર.

ચુપ ! સઘળા ચુપ !
દીસે ખબર અશુભ.
અશુભ આખી રાત કાળી,
આપણે ગઢ ચઢી ગાળી,
દીઠ ઝાંખા એદીપ બાળી
ભમન્તા ભેંકાર
ભૂતના આકાર.

અમંગળ એંધાણ !
અમંગળ એંધાણ !
આભ ચીરી ખર્યો તારો,
સાંભળ્યાં રોતાં શૃંગાલો.
ઘુવડ બોલ્યું : “મરો મારો !'
ફડફડ્યાં ગરજાણ,
રડ્યાં શ્વાન મસાણ.

હુઈ હાલકલોલ,.
બજ્યા બૂંગિ ઢોલ.
બુંગિયા ઢોલડ બજાયા,
સુણી સબ નરનાર ધાયાં,
ગઢે જઈ ધકબક મચાયા;
સૂતાં મૂક્યાં બાળ.
ઉઘાડાં ઘરદ્વાર.

કોણ રક્ષણહાર !
કોણ સાચવનાર !

♣ યુગવંદના ♣
૯૨