પૃષ્ઠ:Yugavandana.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઘર ઘર થકી જોધાર જણજણ
સિધાવ્યા રમવા રણાંગણ,
રહ્યા બાકી માનવી ત્રણ:
ઘોડિયે રમનાર,
બૂઢાં ને આજાર.
'ખોલ કિલ્લેદાર !'

પુકારે પુરનાર :
'ખોલ કિલ્લેદાર ડેલા,
‘જાણવા દે ખબર છેલ્લા,
'જીવતા છે કે મરેલા
‘કુળવતીના કંથ ?
'કહો પિયુના પંથ.'

કડડ ઊઘડે દ્વાર
દેખિયો અસવાર.
અસવાર એકલ, જીભ સૂકી:
આંખ ધરતી પરે ઝૂકી :
ઊભો લમણે હાથ મૂકી
બાવરો બેહોશ,
કંઠ બાઝ્યા શોષ.

ક્યાં રહ્યાં હથિયાર !
ક્યાં રહી તલવાર !
અર્ધખંડિત અણીવાળો
માતની રજિયલ ઘજાળો
ઝગમગે છે હાથ ભાલો :
ફરફરે ઝંડો,
માતનો ઝંડો.

:

♣ યુગવંદના ♣
૯૩