પૃષ્ઠ:Yugavandana.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



'ઢળ્યા હારોહાર,
'ધજાના રખવાળ.'

'માત-ધ્વજને કાજ
'માત-ધ્વજને કાજ;
'ધ્વજ ફરંતા વીંટળાતા,
'ધ્વજ તણે રક્ષણ કપાતા,
‘કાળ-ગર્તે ગયા ગાતા :
'માત-ધ્વજ આબાદ !
'માત-ધ્વજ આબાદ !'

'અમૂલખ અંઘોળ
'નીર રાતાંચોળ :
'અંઘોળ વરસી તોપ ગોળી
‘ઝીલતા છાતી હિલોળી :
'ન કો સૂતા દર્દ-ઝોળી
'તન હુવા તરબોળ,
'અમૂલખ અંઘોળ.'

'મેહુલા મલ્લાર !
'મેહુલા મલ્લાર !
'એક એક સપૂત ધાયો,
'ખોબલે નિજ રક્ત લાયો,
'માતધ્વજ મેહુલે ન્હાયો,
'નીતર્યો જયનાદ,
'માત-ધ્વજ આબાદ !'

‘ઉતાર્યા ઋણભાર,
'માતાના ઋરણભાર,
'માતનાં ધાવણ અનોધાં

♣ યુગવંદના ♣
૯૫