પૃષ્ઠ:Yugavandana.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલકતી ગજ ગજ પહોળી છાતી,
અધબીડ્યાં બારણિયાંથી
રડી કો’ હશે આંખ રાતી.

એવી કોઈ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે :
કોઈના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહીં
કોઈના લાડકવાયાની.'

♣ યુગવંદના ♣
૧૧૧