પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સોના-નાવડી


ગાજે ગગને મેહુલિયા રે,
વાજે વરસાદ-ઝડી :
નદી-પૂર ઘૂઘવિયાં રે,
કાંઠે બેઠી એકલડી :
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી

*

મેં તો ધાન વાઢી ઢગલા કરિયા,
હૂંડાં ગાંસડી ગાંસડીએ ભરિયાં —
ત્યાં તો વાદળ ઘોર તૂટી પડિયાં.
ભીંજું ઓથ વિનાની રે,
અંગે અંગે ટાઢ ચડી :
મારા નાના ખેતરને રે,
શેઢે હું તો એકલડી.

*

સામે કાંઠે દેખાયે રે,
વા'લું મારું ગામડિયું :
ગોવાલણ-શી વાદળીએ રે.
વીંટ્યું જાણે ગોકળિયું.
મારી ચૌદિશે પાણીડાં નાચી રહ્યાં,
આખી સીમેથી લોક અલોપ થયાં,
દિનાનાથ રવિ પણ આથમિયા.
ગાંડી ગોરજ-ટાણે રે
નદી અંકલાશ ચડી :

♣ યુગવંદના ♣
૧૧૭