પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



એને ઉજ્જડ આરે રે
ઊભી હું તો એકલડી :
મારા નાના ખેતરને રે
શેઢે હું તો એકલડી.

*

પેલી નૌકાનો નાવિક રે
આવે ગાતોઃ કોણ હશે?
મારા દિલડાનો માલિક રે
જૂનો જાણે બંધુ દીસે.
એની નાવ ફૂલ્ય શઢ સંચરતી,
એની પંખી-શી ડોલણહાર ગતિ,
નવ વાંકીચૂકી એની દૃષ્ટિ થતી :
આવે મારગ કરતી રે
પ્રચંડ તરંગ વિષે.
હું તો દૂરથી જોતી રે .
જૂનો જાણે બંધુ દીસે :
પેલી નૌકાનો નાવિક રે .
આવે ગાતોઃ કોણ હશે?

*

કિયા દૂર વિદેશે રે
નાવિક, તારાં ગામતરાં?
તારી નાવ થંભાવે રે
આંહીં પલ એક જરા !
તારી જ્યાં ખુશી ત્યાં તું જજે સુખથી,
મારાં ધાન દઉં તુંને વ્હાલપથી,
તુંને ફાવે ત્યાં વાપરજે, હો પથી !
મારી લાણી લેતો જા રે,
મોઢું મલકાવી જરા:

♣ યુગવંદના ♣
૧૧૮