પૃષ્ઠ:Yugavandana.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



મારી પાસ થાતો જા રે
આંહીં પલ એક જરા :
કિયો દૂર વિદેશે રે,
નાવિક, તારાં ગામતરાં ?

*

લે લે ભારા ને ભારા રે
— છલોછલ નાવલડી;
'બાકી છે ?'— વા'લા મારા રે !
હતું તે સૌ દીધ ભરી.
મારી જૂની પછેડી ને દાતરડી,
મારાં ભાતની દોણી ને તાંસળડી —
તુંને આપી ચૂકી સર્વ વીણી વીણી,
રહ્યું લેશ ન બાકી રે —
રહ્યું નવ કંઈયે પડી :
રહી હું જ એકાકી રે
આવું તારી નાવે ચડી :
લે લે ભારા ને ભારા રે !
— છલોછલ નાવલડી,

*

હું તો ચડવાને ચાલી રે,
નાવિક નીચું જોઈ રહે :
'નવ તસુ પણ ખાલી રે
નૌકા નહિ ભાર સહે.'
મારી સંપત વ્હાલી રે,
શગોશગ માઈ રહે.
 — હું તો ચડવાને૦

♣ યુગવંદના ♣
૧૧૯