પૃષ્ઠ:Yugavandana.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સમસ્યા


સુખને કારણે બાંધી મઝૂલી :
બાંધી ત્યાં આગ ક્યાંથી ઊઠી રે !

અમૃત-સાગરે સ્નાન કરતાં
વખડાં ક્યાંથી ઊભરાણાં રે !

હું રે ચકોરી ગઈ ચંદ્રીને ઝીલવાઃ
સૂરજ-તાપ ક્યાંથી તપિયા રે !

નીચાણ છોડીને ઊંચે ચડું ત્યાં –
ઊંડેરાં નીરમાં ડૂબી રે !

ધનની આશા જનમી અંતરે :
બચકી ચોર ગયા ચોરી રે !

જલની પ્યાસે જોયું ગગનમાં :
ગગનમાંથી કાળી લૂ ઝરી રે !

♣ યુગવંદના ♣
૧૫૨