પૃષ્ઠ:Yugavandana.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વિશ્વંભર !
[રાગ : બિહાગ]


ફૂલડાંને ફોરમ દિયણ,
તારાને દેતલ તેજ:
જાણે એના એ જ :
ધરતી આભ તણા ધણી !

ન મળે સ્થળ કે સમયના
આડા સીમાડા;
ઓરા ને ન્યારા :
એ જ વ્યાપક વિશ્વંભર ધણી !

મનથી તેં માન્યા ન કો
વેરી કે ન વિદેશ;
પ્રેમલ હે પરમેશ!
છાનું ન તુંથી છોકરું.

નવ ખંડે વરતાવવા
તારા પ્રેમલ રાજ,
મોકલ, હે મહારાજ !
સાચાં તારાં સંતલન.

માનવના રૂદિયા મહીં
ઝલમલ જેની જ્વાલ,
વા'લપ તણી મશાલ
પ્રગટો, પ્રેમ તણા પ્રભુ !

♣ યુગવંદના ♣
૧૬૦