પૃષ્ઠ:Yugavandana.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લાખો જખમી દિલ તણા
એક જ હે આરામ !
તારી નો'ય પિછાના
પ્રેમવિહોણાંને, પ્રભુ !

ધરતીમાંથી ટાળવા
ધનતૃષ્ણા-ધિક્કાર,
પ્રીતિ પારાવાર,
છલકાવો છોળે ખલક.

કસબીને સ્વપને રમે
નૌતમ જેનાં રૂપ.
હે સૌંદર્યસ્વરૂપ !

♣ યુગવંદના ♣
૧૬૧