પૃષ્ઠ:Yugavandana.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે."તોય મને તું વા'લું વા'લું,
બાળાભોળા જલબિન્દુ !
તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિન્દુ!

“તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઈન્દ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિન્દુ !

"તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું..
હે નાજુક બિન્દુ !”

હસતે મુખડે સૂરજરાણા
જલબિન્દુમાં જઈ સમાણા :
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિન્દુ !

♣ યુગવંદના ♣