પૃષ્ઠ:Yugavandana.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

મારા દેશનાં સહુ શોષિતો,
દુનિયાનાં પીડિતો-તાપિતો.
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો :
એનાં ભૂખ્યા પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી !
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી.
— તારા નામમાં, ઓ સ્વતંત્રતા૦

* યુગવંદના *
૧૨