પૃષ્ઠ:Yugavandana.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓ દોસ્તો ! દરગુજર દેજો દીવાના બાંધવોને,
સબૂરી કયાંય દીઠી છે કલેજે આશકોને ?
દિલે શું શું જલે – દેખાડીએ દિલઆહ કોને ?
અમારી બેવકૂફીયે કદી સંભારશોને ?

અગર બહેતર, ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિન્દગાની,
કદી સ્વાધીનતા આવે – વિનંતી, ભાઈ, છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

♣ યુગવંદના ♣
૧૯