પૃષ્ઠ:Yugavandana.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કડિયાની હાક પડે – હડીઓ ત્યાં કાઢતી દીઠી સાંતાલની નારી,
ધગધગતી માટીની સૂંડલીઓ સારતી દીઠી સાંતાલની નારી.

પો’૨ ને બપોર એની બળબળતી દેહના
કરતી'તી રોજ રોજ છૂંદા;
કવિની કુટિર તણાં ભીંતડાંને કારણે
ખેંચે એ ધૂળ તણા લૂંદાઃ
લાજી લાજીને મારાં લોચન બિડાય છેઃ દીઠી સાંતાલની નારી;
ધિક્કારે આત્માના દીપક ઝંખાય છેઃ દીઠી સાંતાલની નારી.

પ્રિયજનની સેવાને કારણિયે સરજેલી
નારીની પુણ્યવતી કાયા;
એ રે કાયાનાં આજ દુનિયાના ચોકમાં
સોઘેરાં હાટડાં મંડાયાં :
ચાર-આઠ ત્રાંબિયાની રોજી આપીને મેં લૂંટી સાંતાલની નારી,
દીઠી સાંતાલની નારી – રે આજ દીઠી સાંતાલની નારી.

♣ યુગવંદના ♣
૫૪