પૃષ્ઠ:Yugavandana.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નથી બંકી છટા એ તો – ભાંગેલી એ કેડ્ય છે !
સદીઓના સિતમ-ભારે હાંફતો હાડ-પુંજ છે.

કાળે એની કરુણ કથની કોતરી એ વળાંકે;
ડોકાય છે કંઈ દુઃખયુગો કંદરામાં.
એ કદ્રૂપી શિકલ નિજ ઓળા મહીં ચિત્ર આંકે –
'હૂ હૂ ! હૂ હૂ !' શબદ કરતી જાગતી દીન-જાતિ.

♣ યુગવંદના ♣
૫૯