પૃષ્ઠ:Yugavandana.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનની નિજ બાળને ન હજુ ખાઈ જાતી !
હજુયે ટપકે સફેદ નીર એની છાતી !
હજુ એની રક્તધાર રાતી ને રાતી !

છેલ્લાં એ અમૃત શોષાવો, દિલદાર !
દિલ દિલ વિષ-વેલડીઓ વાવી, દિલદાર !
કુદરતના ક્રમ સબ પલટાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !

ખુલ્લે પગ માનવી મદાંધ બની ચાલે;
ધખતે મધ્યાહ્‌ન ભોજ વગડાની મ્હાલે :
ચરણોનાં હાડચામ હજુ કેમ હાલે !

લાવો રે અદકાં દુઃખ લાવો, દિલદાર !
રંકોની ધીરજ સબ ખાઓ, દિલદાર !
પામરતા પ્રભુની દિખલાવો, દિલદાર !
વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !

નિર્જલ દુષ્કાળ, મહારોગ, મહામારી,
નરનારી બાળકોની જૂજવી બીમારી
જગવો ! ઘર ઘર કરો કૃતાંતની પથારી.

નિર્બલને જીવવા ન દાવો, દિલદાર !
રિદ્ધિવંતોનાં ગીત ગાઓ, દિલદાર !
જગને જનભીડથી બચાવો, દિલદાર !
થોડાં બડભાગીને વસાવો, દિલદાર !

વૈશાખી દાવાનલ ! આવો, દિલદાર !
ચોગમ હુતાશન ચેતાવો, દિલદાર !

♣ યુગવંદના ♣
૬૭