પૃષ્ઠ:Yugavandana.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે –
દેવા ઘાતીને દંડ ઘોર કાલ જાગે.

પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં
રંકોનું રક્તપાન પી પીને પે'લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના :
ગર્વોન્નત ગરુડ-બાજ, ભક્ષક ઓ પંખીરાજ !
તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક :
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

♣ યુગવંદના ♣
૬૯