પૃષ્ઠ:Yugavandana.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સાંભળ સાંભળ, હો બે'રી ! ભાવિના ભણકારા
તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા, હો મા !
રે હિન્દ મોરી મા !

ચિરાડચિરાડે જોતો અવધૂત એક ઝૂરે :
અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે, હો મા !
રે હિન્દ મોરી મા !

એ રે પૂરણહારને પૃથ્વી કેમ ખોશે?
ભૂંડી ! એ મરશે તો જીવન કોનો રે'શે હો મા !
રે હિન્દ મોરી મા !

તારાં પાતકને સંભાર, મોરી મા!
રે હિન્દ મોરી મા !

♣ યુગવંદના ♣
૭૫