પૃષ્ઠ ચર્ચા:Kutchno Kartikey.pdf/૧૨૮

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

Reference continued on page 126[ફેરફાર કરો]

પરંતુ સામતી સરિતા અંબા ભવાની (અંબાજી માતા) ની પાસેના પાર્વત્ય પ્રદેશમાંથી એટલે કે અબુદાચલ (બા) માંથી નીકળીને ગુજરાતમાં આવે છે, એ વાર્તા નિર્વિવાદ સિદ્ધ થવાથી પૂર્વ માન્યતા સર્વથા અસત્ય સિદ્ધ થઈ ચૂકી છે. એ વિષે મિસ્ટર હેબી જાજે જિસ પોતાના “The cities of Gujashtra” નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં લખે છે કે:-- "The Såbarmati (vulgace Sabermaty-frequontly confounded with Saraswati, the Arethusa of Gujarat takos its rise in a mountain not far from Amba Bbuvidi, a celebrated Hindu Sbrine on the con fines of Marwar and Gujarat: it flows thence in a due South South-westerly direction, and disembogues itself in the Gulf of Cambay and its junction with the river Mabi............. It was formerly believed that the Saharmati had its origin in the Debar laks in the province of Udipur; but this idea bas become exploded with more accurate knowledge." અહીં જે એક વાર્તા વિશેષત: ભયાનમાં રાખવાની છે, તે એ છે કે, કેટલીક વાર પુરાણમાંથી પણ કેટલીક વાર્તાઓ કેટલી બધી સત્ય તથા ઉપયુક્ત થઈ પડે તેવી મળી આવે છે; અર્થાત પુરાણોમાં કેટલાક માને છે તેમ સર્વથા ગપાકને જ સુકાળ નથી હોતો અને આ એનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે. બ્રિગ્સ જેવા ઇતિહાસવેતાએ સાભ્રમતીના ઉત્પત્તિસ્થાનને અત્યારના સમયમાં અમુક શોધ પછી જે નિર્ણય કર્યો છે, તે વાતને “પદ્મપુરાણમાં પ્રથમથી જ ઉલ્લેખ કરાય છે; એટલે કે, સાભ્રમતીને ઉદભવ અબુ પર્વતમાંથી થર્યો છે, એવું ‘પદ્મપુરાણ” માં સ્પષ્ટ વિધાન કરેલું છે. આવી જ રીતે જે પુરાણુંનું એકાગતાથી અવલોકન કરવામાં આવે તે અન્ય પણ કેટલાક વિવાદગ્રસ્ત ઈતિહાસપગી વિષયોનું પુરાણની સહાયતાથી નિરાકરણ થઇ શકે તેમ છે.