પ્રભુ સાથે પ્રીતડી લગાવ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
પ્રભુ સાથે પ્રીતડી લગાવ
અજ્ઞાત


<poem>પ્રભુ સાથે પ્રીતડી લગાવ, અવસર આવો નહિ આવે, સુતો તારો આતમા જગાવ, અવસર આવો નહિ આવે.

દુનિયાના ડહાપણમાં દિવસો વિતાવ્યા, મિથ્યા તે લાડ તારા મનને મનાવ્યામ, મધ દરિયે ઝૂલે તારી નાવ, અવસર આવો નહિ આવે.

સ્વપ્ના સુખ છે તે તો બધા ખોટા, પકડ્યા પકડાય નહિ, ધુમાડાના ગોટા, ભ્રમણાના ભૂતને ભગાવ, અવસર આવો નહિ આવે.

પ્રગટાવ દિવ્ય તારા આત્માની જ્યોતિ, અનુભવ સાથે કોઇ ગુરુ લેને ગોતી, સમજણની શાંતિ તું લાવ, અવસર આવો નહિ આવે.

એક જ અવતારે કામ સિદ્ધ કરી લેવું, વારે વારે આતમા તને શું કહેવું, જીતી જા આવેલા દાવ, અવસર આવો નહિ આવે.