પ્રવચનસાર

વિકિસ્રોતમાંથી
પ્રવચનસાર
ઝવેરચંદ મેઘાણી




પ્રવચનસાર


સુર -અસુર -નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને; ૧.

વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ જ્ઞાન -દ્રગ -ચારિત્ર -તપ -વીર્યાચરણસંયુક્તને. ૨.

તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.

અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪.

તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને.૫.

સુર -અસુર -મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની
પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.

ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે;
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭.

જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું;
જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮.

શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯.

પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે;
ગુણ -દ્રવ્ય -પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.

જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો
તે પામતો નિર્વાણસુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧.

અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે
નિત્યે સહસ્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે.૧૨.

અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩

સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને
સુખદુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪.

જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી
સ્વયમેવ રહિત થયો થકો જ્ઞેયાન્તને પામે સહી.૧૫.

સર્વજ્ઞ, લબ્ધસ્વભાવ ને ત્રિજગેંદ્રપૂજિત એ રીતે
સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂ જિનો કહે. ૧૬.

વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે,
તેને જ વળી ઉત્પાદધ્રૌવ્યવિનાશનો સમવાય છે. ૧૭.

ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને,
વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮.

પ્રક્ષીણઘાતિકર્મ, અનહદવીર્ય, અધિકપ્રકાશ ને
ઇન્દ્રિય -અતીત થયેલ આત્મા જ્ઞાનસૌખ્યે પરિણમે. ૧૯.

કંઈ દેહગત નથી સુખ કે નથી દુઃખ કેવળજ્ઞાનીને,
જેથી અતીન્દ્રિયતા થઈ તે કારણે એ જાણજે. ૨૦.

પ્રત્યક્ષ છે સૌ દ્રવ્યપર્યય જ્ઞાન -પરિણમનારને;
જાણે નહીં તે તેમને અવગ્રહ -ઈહાદિ ક્રિયા વડે. ૨૧.

ન પરોક્ષ કંઈ પણ સર્વત: સર્વાક્ષગુણસમૃદ્ધને,

ઇન્દ્રિય -અતીત સદૈવ ને સ્વયમેવ જ્ઞાન થયેલને. ૨૨.

જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ ભાખ્યું, જ્ઞાન જ્ઞેયપ્રમાણ છે;
ને જ્ઞેય લોકાલોક, તેથી સર્વગત એ જ્ઞાન છે. ૨૩.

જીવદ્રવ્ય જ્ઞાનપ્રમાણ નહિ — એ માન્યતા છે જેહને,
તેના મતે જીવ જ્ઞાનથી હીન કે અધિક અવશ્ય છે; ૨૪.

જો હીન આત્મા હોય, નવ જાણે અચેતન જ્ઞાન એ,
ને અધિક જ્ઞાનથી હોય તો વણ જ્ઞાન કયમ જાણે અરે? ૨૫.

છે સર્વગત જિનવર અને સૌ અર્થ જિનવરપ્રાપ્ત છે,
જિન જ્ઞાનમય ને સર્વ અર્થો વિષય જિનના હોઈને. ૨૬.

છે જ્ઞાન આત્મા જિનમતે; આત્મા વિના નહિ જ્ઞાન છે,
તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ૨૭.

છે ‘જ્ઞાની’ જ્ઞાનસ્વભાવ, અર્થો જ્ઞેયરૂપ છે ‘જ્ઞાની’ના,
જ્યમ રૂપ છે નેત્રો તણાં, નહિ વર્તતા અન્યોન્યમાં. ૨૮.

જ્ઞેયે પ્રવિષ્ટ ન, અણપ્રવિષ્ટ ન, જાણતો જગ સર્વને
નિત્યે અતીંદ્રિય આતમા, જ્યમ નેત્ર જાણે રૂપને. ૨૯.

જ્યમ દૂધમાં સ્થિત ઇન્દ્રનીલમણિ સ્વકીય પ્રભા વડે
દૂધને વિષે વ્યાપી રહે, ત્યમ જ્ઞાન પણ અર્થો વિષે. ૩૦.

નવ હોય અર્થો જ્ઞાનમાં, તો જ્ઞાન સૌ -ગત પણ નહીં,
ને સર્વગત છે જ્ઞાન તો ક્યમ જ્ઞાનસ્થિત અર્થો નહીં? ૩૧.

પ્રભુકેવળી ન ગ્રહે, ન છોડે, પરરૂપે નવ પરિણમે;
દેખે અને જાણે નિઃશેષે સર્વત: તે સર્વને. ૩૨.