પ્રાણી શ્વાસોચ્છ્‍વાસે સ્વામીને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
પ્રાણી શ્વાસોચ્છ્‍વાસે સ્વામીને
પ્રેમાનંદ સ્વામીપ્રાણી શ્વાસોચ્છ્‍વાસે સ્વામીને સંભારીએ રે;
હો સંભારીએ રે, ઘડીયે ન વિસારીએ રે... ટેક

ખાતાં પીતાં હરતાં ફરતાં, કરતાં ઘરનું કામ;
સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મુખે રટીએ નામ... પ્રાણી ૧

ધન જોબન ને આવરદાનો, ના કરીએ નિરધાર;
વીજળીના ઝબકારાની પેઠે, જાતાં ન લાગે વાર... પ્રાણી ૨

સ્વામિનારાયણ ભજતાં પ્રાણી, થાશે મોટું સુખ;
લખ ચોરાશીના ફેરા મટશે, જમપુરીનાં દુઃખ... પ્રાણી ૩

પ્રગટ હરિનું ભજન કરીને, ઊતરો ભવજળ પાર;
પ્રેમાનંદ કહે નહિ માનો તો, ખાશો જમનો માર... પ્રાણી ૪