પ્રેમની વાત છે ન્યારી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી, પ્રેમની વાત છે ન્યારી.

પ્રેમની વાતમાં તમે શું જાણો ? ને બીજા શું જાણે સંસારી ?

પ્રેમની વાતમાં ભૂલ્યા છો ભક્તો, તન મન ધન ઓવારી.

તમારો રંગ, ઓધા, રંગ છે પતંગનો, અમારો રંગ છે કરારી.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ચરણકમલ બલિહારી.