બંગડીનો રંગ છે ગુલાબી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ બજારમાં ગઈ’તી,
કાછિયાની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને સોનલ થિયેટરમાં ગઈ’તી,
ગેઈટકીપરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ કોલેજમાં ગઈ’તી,
પ્રોફેસરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ મેચ જોવા ગઈ’તી,
ક્રિકેટરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ કારખાને ગઈ’તી,
ઘસિયાની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની.

બંગડીનો રંગ છે ગુલાબી, સોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ દવાખાને ગઈ’તી,
ડૉક્ટરની થઈ ગઈ માનિતી, સોનલ તારી ભર રે જુવાની…
ડૉક્ટરની થઈ ગઈ દિવાની, સોનલ તારી ભર રે જુવાની…