બહાદુર શાહ ઝફર પર આરોપનામું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
બહાદુર શાહ ઝફર પર આરોપનામું
[[સર્જક:|]]
ઔતિહાસિક દસ્તાવેજ,"આ મુળ અંગ્રેજી દસ્તાવેજ પરથી કરાયેલ ભાવાનુવાદ છે."”દિલ્હીમાં ૨૭ જાન્યુઆરી,૧૮૫૮ નાં રચાયેલ યુરોપીય સૈન્ય આયોગ દ્વારા કરાયેલ સુનાવણી.” આરોપી મુહમ્મદ બહાદુર શાહ,ભુતપૂર્વ નવાબ,દિલ્હી,વિરૂધ્ધ આરોપનામું:

) એટલા માટે કે તેણે, ભારતમાં બ્રિટીશ સરકારનાં પેન્શનર હોવા છતાં,દિલ્હીમાં,તા:૧૦ મે અને ૧ ઓક્ટોબર ૧૮૫૭ વચ્ચે, ઇસ્ટ ઇન્ડિયા કંપની સૈન્યનાં આર્ટીલરી રેજીમેન્ટનાં સુબેદાર મુહમ્મદ બખ્તખાન અને અન્ય મળતીયાઓ,દેશી કમિશન્ડ અધિકારીઓ અને અજાણ્યા સૈનિકો દ્વારા રાજ્ય વિરૂધ્ધ કરાયેલ બળવા અને વિદ્રોહનાં ગુનામાં, પ્રોત્સાહન,સહાયતા અને મદદ કરેલ છે.

) એટલા માટે કે દિલ્હીમાં, ૧૦ મે અને ૧ ઓક્ટોબર દરમિયાન વિભિન્ન સમયે, તેમનાં પોતાના પુત્ર મિર્ઝા મોગલ, ભારતમાં બ્રિટીશ સરકારનાં આશ્રીત,અને અન્ય દિલ્હી અને ભારતનાં ઉત્તર-પશ્ચિમી પ્રાંતનાં નિવાસીયો,જે પણ બ્રિટીશ સરકારનાં આશ્રીતો છે,ને બળવો અને રાજ્ય વિરૂધ્ધ યુધ્ધ કરવા માટે પ્રોત્સાહન,સહાયતા અને મદદ કરેલ છે.

) એટલા માટે કે તેણે, ભારતમાં બ્રિટીશ સરકારનાં આશ્રીત હોવા છતાં, તેમનાં કર્તવ્ય અને નિષ્ઠામાં ન આવતું હોવા છતાં,૧૧ મે ૧૮૫૭ કે તેની આસપાસ,દિલ્હીમાં,રાજ્ય વિરૂધ્ધ ખોટો પ્રચાર અને દગાખોરી કરી પોતાને રાજ્યનાં રાજા,ભારતનાં સર્વસતાધિશ જાહેર કર્યા,અને ત્યાર બાદ વિશ્વાસઘાત કરી,બળજબરીથી દિલ્હી શહેરનો અવૈધ કબ્જો કર્યો. આ દરમિયાન ૧૦ મે અને ૧ ઓક્ટોબર ૧૮૫૭ વચ્ચે કેટલીયે વખત,જુઠા,દગાખોર અને વિશ્વાસઘાતીનાં રૂપમાં,પોતાનાં પૂત્ર મિર્ઝા મોગલ,આર્ટિલરી રેજીમેન્ટનાં સુબેદાર મુહમ્મદ બખ્તખાન અને અન્ય જુઠા,દગાખોર મળતીયાઓ શાથે, કરનીં આવક વધારવા અને રાજ્ય સામે વિપ્લવ,બળવો અને યુધ્ધ કરવા, અને ભારતમાંથી બ્રિટીશ સત્તાને ફેંકી દેવા અને નાશ કરવા માટે, દિલ્હીમાં શસસ્ત્ર સેનાનું ગઠન કર્યું,અને તેમને બ્રિટીશ સરકાર સામે લડવા અને યુધ્ધ કરવા મોકલ્યું.

) એટલા માટે કે તેણે, દિલ્હીમાં ૧૬ મે ૧૮૫૭ અને તેની આસપાસ, મહેલનાં પરીસરની આસપાસ,ગુનાહીત કારણોસર ૪૯ વ્યક્તિઓની હત્યા,મુખ્યત્વે યુરોપીયન અને મિશ્રીત યુરોપીયન મહિલાઓ અને બાળકોની, સહાયતા કરી. અને વધુમાં ૧૦ મે અને ૧ ઓક્ટોબર ૧૮૫૭ વચ્ચે, બળવાખોર સૈનિકો અને અન્યોને,યુરોપીયન અધિકારીઓ,અંગ્રેજ આશ્રીતો,જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા,ની હત્યા કરવા માટે પ્રોત્સાહન અને મદદ પુરા પાડ્યા.આ કૃત્ય કે તેનો ભાગ,ભારતીય વિધાન પરીષદ અધિનિયમ ૧૮૫૭ ની કલમ ૧૬(XVI) મુજબ ભારે અપરાધ ગણાય છે.


ફ્રેડ જે હેરિયટ,મેજર,
ઉપ જજ એડવોકેટ જનરલ અને સરકારી વકિલ.