બારે પધારો સોળે હો સુંદરી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા દાદા દેખશે
અમને અમારા દાદા દેખશે

તમારા દાદાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા કાકા દેખશે
અમને અમારા કાકા દેખશે

તમારા કાકાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા

બારે પધારો સોળે હો સુંદરી

આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

બારે નીકળતાં અમે હો લાજિયે

અમને અમારા વીરા દેખશે
અમને અમારા વીરા દેખશે

તમારા વીરાને તીરથ કરાવું
એક કાશી ને બીજી દ્વારિકા બારે

પધારો સોળે હો સુંદરી
આંગણે અલબેલા ઊભા રહ્યાં
આંગણે અલબેલા ઊભા રહ્યાં

વરનું સ્વાગત કરવા કન્યાને નિમંત્રણ