લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર

વિકિસ્રોતમાંથી
બાલ–પંચતંત્ર
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
૧૯૨૪




બાલ–પંચતંત્ર.
યાને પંચતંત્રમાંની વાતો.



સંયોજક:- પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત



મેસર્સ કસનદાસ નારણદાસ એન્ડ સન્સ.
બુકસેલર્સ, નાણાવટ-સુરત



કિમ્મત ૦-૪-૦



અ નુ ક્ર મ ણિ કા


ક્રમ વિષય પૃષ્ઠ
વાર્તાઓનો આરંભ
સિંહ અને બળદની વાર્તા
શિયાળ અને નગારૂં
ખીલો ખેચનાર વાંદરાની વાત
ભોળો ગધેડો અને લુચ્ચો શિયાળ ૧૪
કાગડાનું જોડું અને કાળો નાગ ૧૭
હાજર જવાબી શાહુકાર ૧૯
સમયસૂચકતા ૨૧
વાંદરો અને મગર ૨૨
લુચ્ચો બગલો અને ચાલાક કરચલો ૨૬
સિંહ અને સસલું ૨૯
ટીટોડો અને મહાસાગર ૩૧
ત્રણ માછલીની વાત ૩૨
૧૦ વાંદરાઓ અને દોઢડાહ્યું પક્ષી ૩૪
૧૧ વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો ૩૫
મિત્રનો લાભ કેમ થાય તે વિષે ૩૬
૧૨ ચિત્રગ્રીવરાજાની વાત ૩૭
૧૩ ચિત્રગ્રીવે કબૂતરોને કેવી રીતે જાળમાંથી છોડવ્યાં તે વિષે ૩૯
૧૪ ખરા અને ખાટા મિત્રો ૪૦
૧૫ ચાર સાચા મિત્રોની વાત ૪૪


બાલ–પંચતંત્ર.
યાને પંચતંત્રમાંની વાતો.



સંયોજક:- પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત



મેસર્સ કસનદાસ નારણદાસ એન્ડ સન્સ.
બુકસેલર્સ, નાણાવટ-સુરત



કિમ્મત ૦-૪-૦



છપાવી પ્રસિદ્ધ કરનાર,
બાલુભાઈ કસનદાસ નારણદાસ બુકસેલર.
(સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન છે.)



સુરત–ચૌચાટાના પૂલ ઉપર ટાંકી પાસે શ્રી “શંકર” પ્રીન્ટીંગ પ્રેસમાં,
નારાયણરાવ લક્ષ્મણરાવ નીકમે છાપી.



પ્રસ્તાવના.

બાળકો ભવિષ્યની આશા છે. તેમના સંસ્કાર ઉજ્જવલ થઇ, તેમનામાં સુંદર સદ્‌ગુણોના બીજ નંખાય તેવું બાલ–સાહિત્ય તૈયાર થવાની જરૂર છે. બંગાળી, હિન્દી તથા મરાઠી ભાષામાં આ દિશામાં સ્તુત્ય પ્રયાસ થઇ રહ્યો છે. સંખ્યાબંધ ઉપયુક્ત પુસ્તકો તેમની બાલ-સાહિત્ય સંસ્થાઓ તરફથી દરવર્ષે બહાર પડે છે. આપણી રાષ્ટ્રીય સંસ્થાઓ પણ ટુંક વખત થયાં એ દિશામાં કર્તવ્ય પરાયણ થઇ છે, એ ખુશી થવા જેવુંછે.

એ આશયથીજ પ્રેરાઈને હમે “બાલ–કાલિદાસ” તથા “કાલિદાસનાં નીતિ વચનો” એ બે પુસ્તકો વખત ઉપર રચ્યાં હતાં, એમાંના પહેલા પુસ્તકમાં તો ઉત્તર વિભાગના માજી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સદ્‌ગત શ્રીયુત જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રીએ પોતે જાતેજ પ્રસ્તાવ (Foreword) લખીને પુસ્તકની ઉપયોગિતા સિદ્ધ કરી આપી હતી. મોડર્ન રીવ્યુ, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ જેવાં દેશનાં સુપ્રસિદ્ધ માસિકોમાં એ અને પુસ્તકોની મુક્ત કંઠે પ્રશંસા થઈ હતી.

આ પ્રસ્તુત પુસ્તક પણ એવાજ આશયથી લખાએલું છે. સંસ્કૃત ભાષામાં જેટલા નીતિગ્રન્થો છે, તે બધાયમાં પંચતંત્ર પહેલે નંબરે વિરાજે છે. એમાં પશુ પક્ષીઓની મનોરંજક વાતોવડે નીતિ જેવા ગંભીર અને ઉપયોગી વિષયનું સરલ સચોટ વિવેચન કરેલું છે. વાંચનારને તેથી સંસ્કારિક આનંદની સાથે સુબોધ પણ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતભાષાના આ સર્વશ્રેષ્ઠ મહામાન્ય ગ્રન્થનાં ફારસી, ઇંગ્રેજી, ફ્રેન્ચ, ઉર્દુ વગેરે અનેક ભાષામાં ભાષાન્તર થયાં છે. એજ તેની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. એ પુસ્તકની ઉત્તમોત્તમ નીતિશિક્ષાપ્રદ વાતોનો સાર ખેંચી લઇને અમે આ બાલ-પંચતત્ર તૈયાર કર્યું છે. નીતિસિદ્ધાન્તનું

પ્રતિપાદન કરનારી દરેક વાર્તા નીચે ટુંકસાર પણ આપવામાં આવ્યો છે. જેથી મતલબ સરલ અને સ્પષ્ટ થવા સાથે તેની અસર સંગીન અને સચોટ થયા વિના રહેશે નહિ. જેમને માટે આ પુસ્તકની રચના થઈ છે, તેમને જો આ પુસ્તક ઉપયોગી થઇ પડશે, તો કર્તા પોતાના શ્રમને સાર્થક થયો સમજી, એ દિશામાં કાંક વધુ સેવા કરવા ઉત્તેજીત થશે.


આમલીરાન, સુરત.
૨૨-૧૦-૧૯૨૪
પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત.



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.