લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/મિત્રનો લાભ કેમ થાય તે વિષે

વિકિસ્રોતમાંથી
← વાઘના ચામડામાં ઢંકાએલો ગધેડો બાલ–પંચતંત્ર
મિત્રનો લાભ કેમ થાય તે વિષે
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
ચિત્રગ્રીવરાજાની વાત →


મિત્રનો લાભ કેમ થાય તે વિષે.

ત્યાર પછી પંડિતે રાજકુમારોને કહ્યું કે મિત્રોએ એક બીજાને મદદ કરવી જોઇએ. ગરીબ મિત્રો હોય તે સેવા ધર્મ બજાવે, પૈસાદાર હોય તે પૈસાની મદદ કરે. જો તેઓ રાજા હોય, તો પ્રજાનું રક્ષણ કરે. આપણે આપણી ગુંજાશ પ્રમાણેજ આપણા મિત્રને સહાય કરી શકીએ. આપણા મિત્રો પણ ત્હેમની શક્તિ પ્રમાણે આપણને મદદ કરી શકે. એમ થાય તોજ બધા મિત્રો સુખી થઈ શકે. મિત્રો હોવા છતાં જેઓ દુઃખી થતા હોય તેમને બેવકુફ જાણવા. કાગડો, ઉંદર, કાચબો અને હરણ એ મિત્રો પણ આ પ્રમાણે વર્તીને સુખી થયા હતા.

રાજકુંવરો બોલ્યા:–“અમારે એ વાર્તા સાંભળવી છે.” તે ઉપરથી વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી:—