લખાણ પર જાઓ

બાલ–પંચતંત્ર/સમયસૂચકતા

વિકિસ્રોતમાંથી
← હાજર જવાબી શાહુકાર બાલ–પંચતંત્ર
સમયસૂચકતા
પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત
વાંદરો અને મગર →


૫. સમયસૂચકતા.

પંડિતે રાજકુંવરોને કહ્યુ:–“આ વાર્તાઓમાં તમને સમજણ તો પડતી હશેજ. આપણા માથા ઉપર જ્યારે આફત આવી પડે, ત્યારે આપણે ગભરાઈ જવું નહિ પણ ધીરજ રાખીને શાન્તિથી તે આફતમાંથી બચવાનો ઉપાય શોધી કાઢવો. એ ગુણને સમયસૂચકતા કહે છે. ખામોશ અને ખંત વિના સમયસૂચકતા રહેતી નથી. સમયસૂચકતાથી એક વાંદરો મગરના હાથે મરતો બચ્યો હતો.”

“તે વળી કેવી રીતે ?”, રાજકુંવરોએ પૂછ્યું.

વિષ્ણુશર્માએ નીચે પ્રમાણે વાત કહેવા માંડી.