બીરબલ અને બાદશાહ/કવીની બલીહારી

વિકિસ્રોતમાંથી
←  અધર લટકતો મહેલ બીરબલ અને બાદશાહ
કવીની બલીહારી
પી. પી. કુન્તનપુરી
શું પ્રીયા રીસાઈ જાય છે ? →


વારતા એકાશીમી.
-૦:૦-
કવીની બલીહારી.
-૦:૦-

બુદ્ધિ તણી સીમા છે કવીતા, ક્ષમા છે ગુણની સીમા,

એક સમે શાહ રંગભુવનની અટારીએ બેસી રાજ મારગમાં આવતા જતા લોકોની રીતભાતનો અનુભવ લેતા હતા. એટલામાં એક મહા સ્વરૂપા જોબનવંતી રંભા પોતાના માથા ઉપર પાણીથી ભરેલો પીતળનો ઘડો મુકી જતી હતી તે પાણીથી ભરેલા ઘડામાં પાણી હાલતું જોઇ શાહે એક પાદપુરતી સમશ્યાનું અરધું ચરણ રચ્યું કે, 'કહી કારન ડોલમેં ડોલત પાની ?'

આ અરધું ચરણ રચીને શાહ તરત કચેરીમાં આવીને બેઠેલા સુજ્ઞ સભાસદોને કહ્યું કે, 'કહી કારણ ડોલમેં ડોલત પાની ?' એના ચાર ચરણ પુરા કરી આપો. આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી સકળ સભા દીગમૂંઢ બની ગઇ. પછી દરબારમાં બેઠેલા કવીઓએ પોતાની શક્તી પ્રમાણે ચાર ચરણો બનાવી શાહને સંભળાવ્યાં પણ શાહના મનના ભાવ પ્રમાણે તે ચાર ચરણો ન બનવાથી શાહે તે સમશ્યા પુરી કરી આપવાને બીરબલને સુચના કીધી. સુચના થતાજ બીરબલે તરત નીચે પ્રમાણે કવીત રચી સંભળાવ્યું.

એક સમે જળ લેને કુવેપર છેલ છબીલી ગઇ હરષાની,
ગાત સંકોલમેં ડોલ, ભરન જળ ખેંચતી અંગીયાં મસકાની,
દેખી સભી છતીયાં ઉંઘરી તબ વારીહુકી મનસા લલચાની,
હાથ બીના પછતાત રહા, તહ કારન ડોલમેં, ડોલત પાની.

શાહના મનના ભાવ પ્રમાણે બનેલી કવીતા સાંભળી શાહના આનંદનો પાર રહ્યો નહીં. દેવના વરદાઇ પુત્રોજ પર મનનો ભાવ જાણી શકે છે ? ધન્ય છે ! મારા ભાગ્યોદયને કે મને આવા રત્નો સાંપડ્યા છે ! એમ ગર્વાનંદી બની શાહે બીરબલને એક અમુલ્ય હીરાની ભેટ આપી.


-૦-