બીરબલ અને બાદશાહ/ગળે પડુ ચાકરડી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ચીઠીઓ મુકવાની યુક્તી બીરબલ અને બાદશાહ
ગળે પડુ ચાકરડી
પી. પી. કુન્તનપુરી
બીરબલ અને ગંગ કવી →


ભાગ ૧૦ મો
વારતા નીવાસીમી
-૦:૦-
ગળે પડુ ચાકરડી
-૦:૦-
જુઠું ટકે જરીવાર, પાર ન પહોંચે પ્રવીણ નર

એક વખતે રસ્તેથી જતા એક ગૃહસ્થનો હાથ પકડી એક સ્ત્રીએ કહ્યું કે, 'અલ્યા લુચ્ચા ! ઉભો રહે, જાય છે ક્યાં ! પારકી સ્ત્રી પર બલાત્કાર ગુજારી લાજ લુટી માટે શરમાતો નથી. ચાલ તારા પાપની શિક્ષા કરાવું ?' એટલું કહી તે ગળે પડુ ચાકરડી દરબારમાં જઈ ફરીયાદ કરી. આ ગળે પડુ લોંડીની સઘળી હકીકત સાંભળી લઈને શાહે તેથી તે તોહોમતવાળા માણસને દરબારમાં બોલાવી તેની બારીક તપાસ કરીને પછી તે લોંડીને શાહે હસીને કહ્યું કે, 'તારામાં ડહાપણ બહુ છે, માટે તારી ડહાપણ ભરેલી ઠાવકી ચતુરાઈ જોવાની મને ઈચ્છા થઈ છે, તે માટે આ સોયમાં તું દોરો પરોવી આ રૂમાલમાં એક નમુનેદાર બુટ્ટો ભરી આપ. બાદ તારા કેસનો ચુકાદો આપીશ.' એમ કહી બાદશાહે સોય ચપટીમાં પકડી દોરો તે લોંડીના હાથમાં આપી પરોવવા કહીને શાહ સોયને ચપટીમાં ફેરવવા લાગ્યો.' આ જોઈ તે લોંડી બોલી કે, 'ખુદાવીંદ ! સોય ફેરવલી બંધ રાખશો તો જ મારાથી દોરો પરોવાઈ શકાશે ?' આ સાંભળી શાહે કહ્યું કે, વાહ ! ઠગારી ! જ્યારે તું આ ફરતી સોયમાં દોર પરોવવા અશક્ત છે ત્યારે આ માણસે તારી ઉપર બલાત્કાર ગુજાર્યો ત્યારે તે તું કેમ સહન કરી શકી ? માટે આ દાખલા ઉપરથી એમ સાબીત થાય છે કે તારી ઈચ્છાથી જ આ માણસે તારી સાથે તારી સાથે રતી રંગ રમ્યો છે, પણ તારા મનની લાલચને પૂર્ણ ન કરવાથી તેં આ ફરીઆદ માંડીને પૈસા ઓકાવવાની માત્ર યુક્તિ રચી છે, તે યુક્તીમાં તું ખોટી પડી છે. ફરીથી તારા જેવી હલકી જાતની સ્ત્રીઓ બીજાઓની આબરૂ ઉપર હુમલો ન કરે તેટલા માટે તને બાર માસ સુધી અંધારી ઓરડીમાં પુરી રાખવાનો હુકમ કરૂં છું.' શાહનો આ તાત્કાલીક ઈનસાફ જોઈ તમામ દરબાર શાહના ઉંચા પ્રકારના ન્યાયની ખુબીને વખાણવા લાગ્યા.

-૦-