આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! રીંગણાંનું શાક બહુજ સરસ સ્વાદવાળું થાય છે ?'
બીરબલ--હજુર ! આપ કહો છો તે ખરૂં છે. અને તેથી લોકો રીંગણાને શાકને ખાવામાં વધારે પસંદ કરે છે.
કેટલાએક દહાડા ગયા પછી શાહ રીંગણાની નીંદા કરવા લાગ્યા. રીંગણા વીરૂધ્ધ શાહનું બોલવું સાંભળી બીરબલે કહ્યું કે, 'હજુર ! રીંગણાનું શાક ખાધાથી કેટલાક રોગો ઉત્પન્ન થાય છે.'
શાહ--બીરબલ ! તું પણ ઠીક ગપના ગોળા છોડે છે પહેલા મેં એક દીવસે રીંગણાના શાકને વખાણ્યું હતું ત્યારે તે પણ તેને વખાણેલું હતું. અને આજ તેના અવગુણ ગાય છે માટે એ કેવી તારી મુર્ખાઇ ?
બીરબલ--ન્યાયવંત ! આપજ ન્યાય કરો કે હું આપનો નોકર છું કે રીંગણા ભાઇનો ? અમારામાં એક કહેવત છે કે જેનું ખાધે તેનું ગાવું.