બીરબલ અને બાદશાહ/દાન કરતી વખતે કોનો હાથ નીચે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
←  આ ચોર કે શાહુકાર ! બીરબલ અને બાદશાહ
દાન કરતી વખતે કોનો હાથ નીચે
પી. પી. કુન્તનપુરી
નદી શા માટે રડે છે ? →


વારતા ચોસેઠમી.
-૦:૦-
દાન કરતી વખતે કોનો હાથ નીચે.
-૦:૦-

એક વખતે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! જગતમાં દાન કિંવા દાન દેનારનો હાથ ઉપર અને દાન કે વસ્તુ લેનારનો હાથ નીચે હોય છે, પણ કોઇ સમે એવું બને છે કે દાન યા વસ્તુ દેનારનો હાથ નીચે અને દાન કે વસ્તુ લેનારનો હાથ ઉપર હોય ? આ એજાયબી ભરેલો સવાલ સાંભળી બીરબલે વીચાર કરીને કહ્યું કે, 'સરકાર ! એમ પણ કોઇ સમે બને છે કે તપખીર આપનાર માણસનો હાથ નીચે અને તપખીર સુંઘનારનો હાથ ઉપર હોય ?' બીરબલનો આ જવાબ સાંભળી તમામ દરબાર છક બની ગઇ.


-૦-