આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
એક સમયે બાદશાહે બીરબલને કહ્યું કે, 'બીરબલ ! જો તું મને હસાવીશ તો હું તને મહોટું ઇનામ આપીશ.' આ સાંભળી બીરબલે અનેક યુક્તીઓ લડાવી, અનેક પ્રકારની હાસ્યજનક વીનોદી વારતાઓ કહી સંભળાવી છતાં શાહ હસ્યો નહીં. છેવટે બીરબલે બાદશાહના કાનમાં કહ્યું કે, 'સરકાર ! જો આપ હવે નહીં હસશો તો હું મોટેથી બુમો મારી ધમશાણ મચાવી મુકીશ.' છતાં શાહ જરા પણ ન હસતાં મૌન ધારણ કરી બેઠો. તે જોઇ બીરબલ ખુબ ચેષ્ટા કરવા લાગ્યો. આ ચેષ્ટાના ચેન ચાલા જોતાજ શાહ ખડખડ હસી પડ્યો. તે જોઇ બીરબલે કહ્યું કે, 'નામદાર ! હવે આપની સરત મુજબ ઈનામ આપો." શાહે ઈનામ આપી બીરબલની તર્ક શક્તી જોઇ ખુશી થયો અને પુનઃ જ્ઞાન ગોષ્ટી આગળ ચલાવી.