બીરબલ વિનોદ/આપનારાનો હાથ નીચો

વિકિસ્રોતમાંથી
← થોડું ઘણું બીરબલ વિનોદ
આપનારાનો હાથ નીચો
બદ્રનિઝામી–રાહતી
કંકણ અને કેશ →


વાર્તા ૩૭.

આપનારનો હાથ નીચો.

એક દિવસે આનંદને વખતે બાદશાહે બીરબલને કહ્યું “બીરબલ ! એક માણસ બીજા માણસને કાંઈ આપે ત્યારે આપનારને હાથ ઉપર અને લેનારનો હાથ નીચે એમ હોય છે, પણ કોઈવાર એથી ઉલટું બની શકે ?”

બીરબલે ઝટ દઈ ‘હા’ પાડી એટલે બાદશાહે કહ્યું “એ કેવી રીતે ? તે મને સમજાવ.”

બીરબલ બોલ્યો “જહાંપનાહ! તપકીર આપતી વેળાયે આપનારનો હાથ નીચે હોય છે અને લેનારનો હાથ ઉપર.”

બીરબલની હાઝર જવાબીથી બાદશાહ બહુજ ખુશ થયો.